જુથ ચર્ચા અંગે અહેવાલ
તા. ૧૦-૦૨-૨૦૧૯
ભુજ-કચ્છ
વિષય : જુથ ચર્ચા અંગે અહેવાલ
મા આશાપુરા કૉલેજ ઓફ એજ્યુકેશન મા તા.૦૮ -૦૨-૨૦૧૯ શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે F.Y. B.ed sem -02 મા એક જુથ ચર્ચા નુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ જુથચર્ચા મા સમગ્ર તાલીમાર્થીઓ એ ભાગ લીધો હતો. સૌ પ્રથમ તાલીમાર્થીઓ ને રોલ નંબર પ્રમાણે ૫ (પાંચ ) અલગ અલગ જુથ મા વિભાજીત કરવામા આવ્યા હતા અને દરેક જુથ ને અલગ અલગ મુદ્દાઓ આપવા મા આવ્યા હતા. જેના પર તેમને ચર્ચા કરવા ની હતી.
આ ચર્ચા નુ આયોજન - માર્ગદર્શન પ્રાધ્યાપક અંકિતસર જોષી એ કર્યું હતુ. હુ જુથ- ૩ મા હતી અને અમારા જૂથ માટે ૮ થી ૧૦ સભ્યો હતા. અમારા જુથ ની નેતા ખેતાણી પ્રિયા હતી અમારા જુથ નુ રિપોર્ટિંગ મોતા હિના એ કર્યુ હતુ. તથા અમારા સભ્યો હતા કોટક ધ્રુતિ, રાજગોર શ્રેયા, પિંડોરીયા હેનીશા , પાટડીયા પ્રિયા, પંડયા ફાલ્ગુની.
આમારી ચર્ચા નો મુદ્દો હતો તરુણોના વર્તન દોષો. જેમા ચોરી કરવી, જૂઠુ બોલવું, દાદાગીરી કરવી, મોડા આવવું, ગૃહકાર્ય ન કરવુ, કામચોરી કરવી, છોડતી કરવી, વ્યસન કરવુ વગેરે મુદ્દાઓ પર અમે ચર્ચા કરી તથા આવુ વર્તન કરવા પાછળ ના કારણો પણ જોયા અને તેને નિવારવા ના ઉપાયો ની પણ ચર્ચા કરી.
આ ચર્ચા દરમિયાન પ્રાધ્યાપક મેઘામેમ નુ પણ અમને માર્ગદર્શન મર્યું હતુ. અને તરુણો ના વર્તન દોષો વિશે અમે વધુ જાણી શક્યા હતા.




Comments
Post a Comment