તા.26-01-2019
                                                          ભૂજ - કચ્છ

                વિષય : આટૅ ગેલેરી મુલાકાત અંગે અહેવાલ 



                મા આશાપુરા કૉલેજ ઓફ એજ્યુકેશન માંથી અમે f.y B.ed. ની તાલીમાર્થી તા.25-01-2019 શુક્રવારના રોજ સવારે 11:30  ભૂજ મા આવેલ બિપીન સોની ની આટૅ‍‍ ગેલેરી જોવા ગયા હતા. અમારી સાથે અમારા પ્રાધ્યાપક અંકિતસર જોશી હતા. આ આટૅ ગેલેરી મા પ્રખ્યાત ચિત્રકાર બિપીન  સોની ની પેઇન્ટિંગ નુ પ્રદર્શન કરવામા આવ્યુ છે.


આ આટૅ‍‍ ગેલેરી ની મુખ્ય  પેઇન્ટિંગસ  બનાવવા માટે ની પ્રેરણા તેમને તેમના  ગુરુ પાસે થી મળી હતી અને આ પેઇન્ટિંગસ બનાવવા માટે તેમને ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
   આ પેઇન્ટિંગ ભગવાન શિવ ની હતી તેમજ રાગ અને સંગીત ની ઉત્પતી કઈ રીતે થઈ તે ખૂબ જ કાલ્પનિક સ્વરૂપે રજૂ કરવા મા આવી હતી.
આ પેઇન્ટિંગ ની સંખ્યા 9 જેટલી છે. જેમા પ્રથમ પેઇન્ટિંગ શિવ એ પૃથ્વી નો આધાર સ્તંભ છે  એ દર્શાવતી હતી, બીજી પેઇન્ટિંગ ઓમકાર માથી સંગીત ની ઉત્પતી દર્શાવતી હતી  તેમજ ત્રીજી પેઇન્ટિંગ એ શરીર માના ચક્રો વિશે ની હતી. તથા  અન્ય પેઇન્ટિંગ એ અલગ અલગ રાગ માટે ની હતી. આ ઉપરાંત બીજી પણ ગણી પેઇન્ટિંગ હતી.


 


આ પેઇન્ટિંગ તેમજ પોતાની આ કલા માટે બિપીન સોની ને ગણા  પુરસ્કારો થી સન્માનિત પણ કરવામા આવ્યા છે.


આ આટૅ ગેલેરી મા પેઇન્ટિંગ માટે ના ક્લાસ પણ કરાવવા મા આવે છે.  અને  આ આટૅ ગેલેરી મા પેઇન્ટિંગ પર મડવર્ક  કઈ રીતે થાય તે પણ શીખવવા મા આવે છે.






Comments

Popular posts from this blog

જુથ ચર્ચા અંગે અહેવાલ